મારો પ્રિય તહેવાર – હોળી  

      ભારત તહેવારોનો દેશ કહેવાય છે. અહીં વર્ષભર વિવિધ તહેવારોનું આયોજન થતું રહે છે. દરેક તહેવારનું પોતાનું એક વિશિષ્ટ મહત્વ હોય છે. મને બધા તહેવારો ગમે છે, પરંતુ તેમાં મારો સૌથી પ્રિય તહેવાર હોળી છે.  

     હોળી હિંદુધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. હોળીના પ્રારંભે હોળીકા દહન થાય છે. આ પ્રસંગે આગ સળગાવી દુષ્ટતા પર સદાચારના વિજયનું પ્રતિક મનાવવામાં આવે છે. પ્રહલાદ અને હોળીકા ની કથા આ પ્રસંગ સાથે જોડાયેલી છે, જે આપણને શીખવે છે કે સત્ય, ભક્તિ અને સદાચારની શક્તિ સદાય વિજયી બને છે.  

      આગલા દિવસે ધૂળેટી, એટલે કે હોળી રમવાની વિધિ યોજાય છે. લોકો એકબીજાને રંગ, ગુલાલ અને પાણીથી રંગે છે. બાળકો પિચકારી અને પાણીના ફુગ્ગા લઈ રમે છે. મોટાઓ પણ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવે છે. આ રીતે હોળી સામાજિક ભેદભાવ દૂર કરીને સૌહાર્દ, એકતા અને આનંદનો સંદેશ આપે છે.  

    હોળી માત્ર રંગોનો જ તહેવાર નથી, પરંતુ તે ઋતુ પરિવર્તનનું પ્રતિક છે. વસંત ઋતુના આગમન સાથે કુદરતમાં નવી તાજગી આવે છે. ફૂલો ખીલી ઊઠે છે અને વાતાવરણ નવી ઉર્જાથી ભરાય જાય છે. હોળી આપણને જીવનમાં નવી શરૂઆત કરવાની પ્રેરણા આપે છે.  



     તહેવારના પ્રસંગે ઘરોમાં અનેક સ્વાદિષ્ટ મિઠાઈઓ અને વાનગીઓ પણ બનાવવામાં આવે છે. લોકો સગા-સ્નેહીઓને મુલાકાત લઈને શુભેચ્છાઓ પાઠવે છે. આ દિવસ સૌના જીવનમાં આનંદ, ઉત્સાહ અને પ્રેમના રંગો ભરે છે.  

      હોળીનો સાચો અર્થ માત્ર રંગ રમવામાં નથી, પરંતુ સૌના અંતરમાં માન-અભિમાન ભૂલીને, ભેદભાવને દૂર કરીને અને એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવામાં છે. આ તહેવાર આપણને શીખવે છે કે જીવનમાં આનંદ વહેંચવાથી ખુશીઓ બમણી થાય છે.  

      અંતે, હોળી મારો પ્રિય તહેવાર છે કારણ કે એ દિવસ મારા માટે આનંદ, મિત્રતા અને એકતાનો સંદેશ લાવે છે. હોળી ખરેખર જ આનંદ, રંગો, પ્રેમ અને ભાઈચારોનો તહેવાર છે.


  

મારો પ્રિય તહેવાર - નવરાત્રી નિબંધ લખવા અહીં ક્લિક કરો

 

મારો પ્રિય તહેવાર રક્ષાબંધન નિબંધ માટે અહીં ક્લિક કરો 

 

મારો પ્રિય તહેવાર દિવાળી નિબંધ માટે અહીં ક્લિક કરો