શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે જાણો

મનોવિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓ

 ( 1 ) મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે . મોર્ગન & કિંગ 

( 2 ) મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. વુડવર્થ

3)મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે . ઇવોટસન

(4) મનોવિજ્ઞાન એ વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે .  - એન.એલ.મુન

 (5) મનોવિજ્ઞાન વ્યક્તિના પર્યાવરણ સાથેના અનકૂલનને પરિણામે થતા વર્તનનો અભ્યાસ કરે છે .  બી.એફ. સ્કિનરશૈક્ષણિક મનોવિજ્ઞાનનાં કાર્યો 

( 1 ) શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષકોને જુદીજુદી શૈક્ષણિક પરિસ્થિતિમાં અસરકારક વર્ગશિક્ષણ માટેના સિદ્ધાંતોનો ઉપયોગ કઈ રીતે કરવો એની સમજ આપે છે .

 (2) મનોવિકાસના વિવિધ તબક્કા છે . તદ્નુસાર બાળકની વૃદ્ધિ અને તેનો વિકાસ થાય છે . વૃદ્ધિ અને વિકાસ અનુસાર બદલાતી જરૂરિયાતોની સમજ આપી બાળકને સમજવામાં શિક્ષકને મદદરૂપ થાય છે . 

(3) વર્ગશિક્ષણ દરમિયાન ઊભી થનાર અનેકવિધ સમસ્યાઓના વ્યવહારુ ઉકેલોથી શિક્ષકને વાકેફ કરે છે .

(4 ) અધ્યાપન માટેની વિવિધ પદ્ધતિઓ , પ્રયુક્તિઓ વગેરે ખ્યાલ આપે છે . બાળક માટે યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરી તેને સારી રીતે શીખવવાની રીતની સમજ આપે છે . 

( 5 ) વર્ગશિક્ષણની વિવિધ પદ્ધતિઓ , સહઅભ્યાસ - પ્રવૃત્તિઓ અને સામાજિક કાર્યક્રમોમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કઈ રીતે કરવો તેની સમજ આપે છે .

 ( 6 ) શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષકને શિક્ષક - વિદ્યાર્થી વચ્ચેના માનવીય સંબંધોની ગરિમા જાળવવા માટે જરૂરી મનોવૈજ્ઞાનિક ઘટકોની સમજ આપે છે . બંને વચ્ચે સુસંવાદી આંતરવ્યવહારો અને માનવીય સંબંધો સ્થપાયા વિના સર્વગ્રાહી ઘડતરની પ્રક્રિયા સંભવિત નથી . 

શિક્ષક અભિયોગ્યતા અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ટેસ્ટ

 

 શિક્ષક અભિયોગ્યતા ટેસ્ટ ૪

શિક્ષક અભિયોગ્યતા ટેસ્ટ ૩

શિક્ષક અભિયોગ્યતા ટેસ્ટ ૨


 (7 ) શિક્ષકને મનમાં ચાલતા વિચારો , સંઘર્ષો , માનસિક ખેંચતાણ અને અધ્યેતા અધ્યાપન સંબંધી વર્ગશિક્ષણની સમસ્યાઓ મૂંઝવતી રહે છે . શૈક્ષણિક મનોવિજ્ઞાન આ બધી સમસ્યાઓના સંભવિત વ્યવહારુ ઉકેલો રજૂ કરે છે જેથી શિક્ષકને અધ્યાપન દરમિયાન રાહત મળે છે . શિક્ષકના માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વના વિકાસ માટે પણ શૈક્ષણિક મનોવિજ્ઞાન મહત્ત્વની ભૂમિકા ભજવે છે