ધોરણ10 સામાજિક વિજ્ઞાન ટેસ્ટ 1

                       પાઠ 1 ભારતનો વારસો ટેસ્ટ 1

       SSC બોર્ડની પરીક્ષા 2026ને અનુલક્ષીને સામાજિક વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓને રસ પડે અને પ્રશ્નોના જવાબ સરળતાથી લખી શકે તે માટે એક ONLINE TEST સિરીઝ બનાવવમાં આવી છે જે વિદ્યાર્થી ઓને  વિભાગ A માં પુછાતા પ્રશ્નો જવાબ માટે ખુબ જ ઉપયોગી નિવાડશે...

      આ ઓનલાઇન ટેસ્ટ અંતર્ગત ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પૂછાતા વૈકલ્પ પ્રકારના પ્રશ્નોનો ટેસ્ટ દરરોજ આ સાઈટ ઉપર મૂકવામાં આવશે જેમાં ઓછામાં ઓછા દસ પ્રશ્નો વૈકલ્પિક પ્રકારના પૂછવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખી લોગીન થવાનું રહેશે ત્યારબાદ પ્રશ્નો વાંચી જવાબ ફક્ત ટીક કરવાનું રહેશે. ટેસ્ટ પુરા કર્યા પછી સબમીટ આપ્યા પછી આપે મેળવેલા માર્કસ અને પ્રશ્નના સાચા જવાબ આપની સ્ક્રીન ઉપર જોવા મળશે.




 ભારતનું સ્થાન અને વિસ્તાર

વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે અને જન સંખ્યાની દૃષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે.

વૈવિધ્ય સભર વારસો

ભારતભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી અને નો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રસંશા અને સ્વીકાર થયો છે.

સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને થડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજસુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન-શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત-રિવાજો વગેરે પણ ભારતને મળ્યાં. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું,

સંસ્કૃતિનો અર્થ

સંસ્કૃતિ એટલે 'જીવન જીવવાની રીત’. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતાં પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય.

ભારતીય સંસ્કૃતિનો વારસો

'વારસો. એટલે આપણને આપણાં પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ.' ભારતનો ઈતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે "હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે" તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા બે વિભાગોમાં વહેંચીને સમજીએ :

ભારતનો વારસો ટેસ્ટ 1 

 

       ભારતની પૂર્વ,પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આ આદાન-પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યાં છે.