ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ટેસ્ટ 2
SSC બોર્ડની પરીક્ષા 2026ને અનુલક્ષીને સામાજિક વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓને રસ પડે અને પ્રશ્નોના જવાબ સરળતાથી લખી શકે તે માટે એક ONLINE TEST સિરીઝ બનાવવમાં આવી છે જે વિદ્યાર્થી ઓને વિભાગ A માં પુછાતા પ્રશ્નો જવાબ માટે ખુબ જ ઉપયોગી નિવાડશે...
આ ઓનલાઇન ટેસ્ટ અંતર્ગત ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પૂછાતા વૈકલ્પ પ્રકારના પ્રશ્નોનો ટેસ્ટ દરરોજ આ સાઈટ ઉપર મૂકવામાં આવશે જેમાં ઓછામાં ઓછા દસ પ્રશ્નો વૈકલ્પિક પ્રકારના પૂછવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખી લોગીન થવાનું રહેશે ત્યારબાદ પ્રશ્નો વાંચી જવાબ ફક્ત ટીક કરવાનું રહેશે. ટેસ્ટ પુરા કર્યા પછી સબમીટ આપ્યા પછી આપે મેળવેલા માર્કસ અને પ્રશ્નના સાચા જવાબ આપની સ્ક્રીન ઉપર જોવા મળશે.
ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા
ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકને જન્મ સાથે જ મા-બાપનાં શારીરિક અને માનસિક લક્ષણો મળે છે જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર-જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસ તરીકે ઓળખીએ છીએ. તે રીતે માનવી પોતાની આવડત, બદ્ધિ, શક્તિ, કલા-કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય. તે જ રીતે સમાજ-જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકીએ. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ, કૌશલ્યોનો સમાવેશ પણ તેમાં કરી શકીએ, ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. પ્રાચીન ભારતની ચોસઠ કલાઓ જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટયકલા અને નૃત્યકલા ઈત્યાદિ ગણાવી શકાય, આપણી પ્રાચીન મુાઓ પડા મુલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21 મી જૂનના દિવસને 'વિશ્વ યોગ દિવસ' તરીકે મનાવે છે.
આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે પરિચય મેળવીશું.
ભારતીય કસબીઓની કરામત
ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પારંગતતામાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત-ગૂંથવા, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથવણાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે.
માટીકામ કલા :
માનવજીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ્ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડાં, ઘડા, કુલડી, કોડીયાં, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય, એ સમયે પરોની દીવાલોને પણ માટી અને છાણથી લીંપીને રક્ષણ અપાતું. પાણી, દૂધ, દહીં, છાશ અને પી જેવાં પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતાં. રસોઈનાં વાસણો પણ માટીનાં રહેતાં. લોથલ, મોહેં-જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયનાં માટીનાં લાલ રંગનાં પવાલાં, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યાં છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આજે પણ નવરાત્રીમાં ગરબા (અંદર દીવો હોય તેવો માટીનો કાણાં પાડેલો પડો) જોવા મળે છે.
કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા (ટેરાકોટા) વાસણો તેમ જ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંઘણજ (મહેસાણા જિલ્લા)માંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે.
ધાતુવિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગ પછીના ધાતુયુગમાં ધાતુવિદ્યા વિકસી. લૌષલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલાં દાતરડાં, શારડીઓ, વળાંકવાળી કરવત, આશ અને સોય જેવાં તાંબાનાં અને કાંસાનાં ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આમ પાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતાં, યુદ્ધો માટેનાં અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતાં. સોના-ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણાં માટે થતો, તાંબું, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો જયારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો.
માનવજીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. પ્રારંભમાં બળતલ તરીકે અને સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, ભાળકો માટેનાં રમકડાં, સોગઠાં, થાંભલીઓ, બારી-બારણાં, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ એ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો. ગુજરાતમાં સંખેડાનું ફર્નિગર, લાકડાના હીંચકા તથા ઈડરનાં રમકડાં જાણીતાં છે.
જડતરકામ :
અલંકારો અને જડતરકામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા તેમાં હીરા, મોતી, માણેક જેવાં કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડાં, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતાં. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીશ હતા. રાજસ્થાનનું બિકાનેર પરેશાંના જતરકામ માટે જાણીતું છે.
ભારતની વલિતકલાઓ :
ગાયન, વાદન નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો (નાટક કરવું) એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઉઊંડો અભ્યાસ રસપ્રદ છે.
સંગીતકલા :
ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સા,રે,ગ,મ,૫,૫,ની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ બે ભાગમાં વહેંચી શકાય. સંગીતના મુખ્ય 6 રાગો (1) શ્રી (2) દીપક (3) નિંડોળ (4) મેમ (5) ભૈરવી અને (6) માલકૌંસ હોવાનું મનાય છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકાર અને સંગીત પારિજાતનો પરિચય નીચે મુજબ છે
(I) 'સંગીત મકરંદ' : સંગીતશાસ્ત્રના શાતા પંડિત નારદે ઈ.સ. 900 ના અરસામાં આ ગ્રંથ લખેલો જેમાં 19 પ્રકારની પીણા અને 101 પ્રકારના હાલનું વર્ણન છે.
(2) સંગીત રત્નાકર' 1 સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી, દોલતાબાદ (દેવગિરિ) નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને
સંગીતનાં સાધનો
દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે 'સંગીત રત્નાકર'ને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂતગ્રંથ ગણાવે છે. સંગીતનાં અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે.
(3) 'સંગીત પારિજાત' : પંડિત અહોબલે ઈ.સ. 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્ત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રોગથી અલગ હોવાનું તેમ જ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.
સામાજિક વિજ્ઞાન ટેસ્ટ 2
અલ્લાઉદીન ખલજીના સમયના અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે 'તુતી-એ-હિન્દ' તરીકે વિખ્યાત થયા હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્વ મહાપ્રભુ, મીરાંભાઈ અને નરસિંહ મહેતાનાં ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન જેમ એજ સમયમાં આપલા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય

0 Comments