સામાજિક વિજ્ઞાન ટેસ્ટ 3

ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

ભારત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતું છે. શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાએ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી છે. ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર

 આયોજન કરતાં ચડીયાતું હતું, તેની ગૌરવભેર નોંધ લઈ શકાય. શિલ્પ

શિલ્પી પોતાનાં કૌશલ્પ અને ખાવડાને છીણી-તયોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે પાતુમાં કંડારે તે કલા એટલે શિલ્પકલા.

સ્થાપત્ય સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે 'વાસ્તુ' શબ્દ વપરાય છે, જે ખૂબ જ પ્રચલિત છે. આ અર્થમાં મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને 'સ્થાપત્ય' કહે છે. સ્થાપત્યકલામાં 'સ્થપતિ'નું કૌશલ્ય પ્રયોજાય છે.



પ્રાચીન ભારતનું નગર આયોજન

ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. પુરાતત્ત્વીય ઉત્ખનન કરતાં આવાં ઘણાં નગરો મળી આવ્યાં છે. આ નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે : (1) શાસક અધિકારીઓનો ગઢ (સિટડલ) (2) અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર (3) સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર.શાશક અધિકારીઓનો ગઢ જે ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે.

ઉપલું નગર પણ રક્ષકાત્મક દીવાલોથી સુરક્ષિત છે. અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે.

નીચલા નગરનાં મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોનાં બનાવેલાં છે.

સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રેસમયની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાંક નગરો વિકસાવ્યાં હતાં. એ પૈકી હડપ્પાઅ ને મોહેં-જો દડો નામના નગરો મહત્ત્વનાં હતાં.

(1) મોહેં-જો-દડો :  ઈ.સ. 1922માં સર જહોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનરજી અને દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદોને સિંધ (પાકિસ્તાનમાં)ના લારખાના જિલ્લામાં મોહેં-જો-દડો ખાતે ખોદકામ કરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. મોહે-જો-દડોનો અર્થ ‘મરેલાંનો ટેકરો' એવો થાય છે.

3.1 માટે જો-દડો નગર રચના

(1) નગર રચના : મોહેં-જો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી પ્લિય (પીઠિકા) ઉપર બાંધવામાં આવતાં હતાં. શ્રીમંતોનાં મકાનો બે માળવાળા અને પાંચ કે સાત ઓરડાવાળાં હતાં. સામાન્ય વર્ગના લોકોનાં મકાનો એક માળ અને બે કે ત્રણ ઓરડાવાળાં હતાં. સમગ્ર નગરની ફરતે દીવાલની રચના કરવામાં આવી હતી. મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર (ગલીમાં) પડતા હતા. અહીં દરેક મકાનમાં કોઠાર, રસોડું અને સ્નાનાગૃહના અવશેષો મળ્યા છે. હવા ઉજાસ માટે ભારી-બારણાંની વ્યવસ્થા હતી.

(2) રસ્તાઓ : આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ મહીં આવેલા રસ્તાઓ છે. અહીં મોટે ભાગે 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા. નાના-મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકથી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા. રસ્તાની બાજુમાં રાત્રિપ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે. નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા. તે ક્યાંપ વળાંક નહિ લેતાં સીધા જ જતા હતા. આ પ્રાચીન સમયની વિશિષ્ટતા ગણાય છે. બે મુખ્ય રાજમાર્ગો હતા. એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને માર્ગો મધ્યમાં કાટખૂણે છેદતા હતા.

(3) ગટર યોજના : આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાળકૂવો હતો. આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમ જ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે.

(4) જાહેર સ્નાનાગાર : અહીંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે. સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદું પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી. ગરમ પાણીની વ્યવસ્થા હશે અને તરબો બદલવા માટે ઔરડીઓ મળી આવી છે. પાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે.

(5) જાહેર મકાનો : મોહેં જો-દડોમાંથી જાહેર ઉપયોગી એવાં બે મકાનો મળ્યાં છે. તેનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, વહીવટ ખંડ કે રાજયના કોઠાર ખંડ તરીકે થતો હશે. મકાનોની એક હરોળ અહીંથી મળી આવેલ છે જે સૈનિકો માટેની બેરેક હશે.

(2) હડપ્પા : સર જહોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે (ઈ.સ. 1921 માં) દયારામ સહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી. હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલિબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચડમાં દેશળપુર-શિકારપુર, પોળાવીરા અને સૌરાષ્ટ્રમાં લિંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ (રોઝડી), મોરબી પાસે કુન્તાસી, સોમનાથ વગેરે સ્થળોએથી સિંપુ ખીડાની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

સપ્તસિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે. આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. સૌપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે. આ સ્થળેથી પાષાણનાં અને તાંબાનાં ઓજારો, ચીજવસ્તુઓ વગેરે મળી આવ્યાં છે. તેથી તેને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. હડપ્પીય સમયનું નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું. તેના મોટા કોઠારો અને કિલ્લેબંધી નોંધપાત્ર છે. તેઓ અલંકારો ધારણ કરવાના શોખીન હશે, તેવા પુરાવાઓ મળ્યા છે.

સામાજિક વિજ્ઞાન ટેસ્ટ 3

સામાજિક વિજ્ઞાન ટેસ્ટ 2

સામાજિક વિજ્ઞાન ટેસ્ટ 1 

(3) ઘોળાવીરા : ભૂજથી લગભગ 140 કિપી દૂર ભચાઉ તાલુકાના મોટા રાના ખદીરબેટના પોળાવીરા ગામથી બે કિમી દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે. ગુજરાત રાજ્ય પુર. 119 વિભાગે પણ આ ટીબાનું સર્વેક્ષણ કર્યું હતું, એ પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયના અધિકારીઓએ સંશોધન હાથ પર્યું, (ઈ.સ. 1990) રવિન્દ્રસિંહ ભિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન થયું છે.

પોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દીવાલોને જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો મળી આવ્યા છે. નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે.