મેસ્લોના વ્યક્તિત્વ સિદ્ધાંતનો મૂળ આધાર
(Base of Maslow's Theory of Personality)
મેસ્લોના મતે વ્યક્તિની પાયાની જરૂરિયાતો તેના વ્યક્તિત્વ વિકાસને પ્રભાવિત કરે છે. વ્યક્તિની કઇ રૂરિયાતો તેના વ્યક્તિત્વ વિકાસ પર અસર કરે છે તેની સ્પષ્ટતા પણ તેઓએ કરી છે . જેમા તેમણે વ્યક્તિની જરૂરિયાતોને ઊર્ધ્વગામી ક્રમ આપ્યો છે પાંચ ક્રમિક વિભાગોમાં વહેંચી છે . વ્યક્તિના જીવનમાં રૂરિયાતોના મહત્ત્વને ધ્યાનમાં રાખીને પ્રાથમિકથી ઉચ્ચના ક્રમમાં તેમને મ આપ્યો છે . તેમના મતે વ્યક્તિ તેની પ્રાથમિક અને નીચલા ક્રમની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન પહેલા કરે છે . તે સંતોષાય પછી ઉપલા ક્રમની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે. અનુજીવન ( Survival ) કે અસ્તિત્ત્વને ટકાવી રાખવા માટે વ્યક્તિએ જુદા - જુદા સમયે જુદા - જુદા પ્રકારની જરૂરિયાતો સંતોષવી પડે છે . જો કે એક રૂરિયાત સંતોષાયા બાદ વ્યક્તિ બીજી જરૂરિયાત અનુભવે છે અને ક્રમિક રીતે તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે . મેસ્લો કહે છે કે ,જેમ - જેમ વ્યક્તિની જરૂરિયાતો ક્રમિક રીતે સંતોષાતી જાય છે ,તેમ - તેમ તેના વ્યક્તિત્વનો ઊર્ધ્વગામી વિકાસ થતો જાય છે . તેમનું માનવું હતું કે , આ પ્રક્રિયા દરમિયાન કોઇ ચોક્કસ ક્રમની જરૂરિયાત ન સંતોષાય તો વ્યક્તિ પછીના મની રૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરતી નથી.
મેસ્લો કહે છે કે વ્યક્તિની કોઇ રૂરિયાત કોઇ ચોક્કસ સમયે અન્ય જરૂરિયાતો કરતાં વધુ મહત્ત્વની હોય , તે જ રૂરિયાત કોઇ અન્ય સમયે બીજી જરૂરિયાતો કરતાં ઓછી મહત્ત્વની હોઇ શકે છે . આમ જરૂરિયાતનું મહત્ત્વ કે તેની ક્રમિક્તા ચોક્કસ પરિસ્થિતિમાં બદલાઇ શકે છે.
જેમ કે , એક વ્યક્તિને ખૂબ જ તરસ લાગી છે . તેની સામે તેને ગમતો સ્વાદિષ્ટ ખોરાક મૂકવામાં આવે છે . આવા સંજોગોમાં તે સૌથી પહેલાં તેની તરસ દૂર કરવાનો પ્રયત્ન કરશે . આમ , અહીં ખોરાક કરતાં પાણી વધુ મહત્ત્વની જરૂરિયાત છે . વ્યક્તિ પાંચ - સાત દિવસ ખોરાક વિના રહી શકે છે , પરંતુ પાણી વિના તે એક બે દિવસથી વધુ ન રહી શકે . આ રીતે પણ પાણી ખોરાકની સાપેક્ષમાં વધુ અગત્ત્વની જરૂરિયાત છે . હવે આપણે એક બીજું ઉદાહરણ જોઇએ . ધારી લો કે એક વ્યક્તિને ખૂબ જ તરસ લાગી છે . તે પાણી સુધી પહોંચે છે . જેવી તે પાણી પીવાની તૈયારી કરે છે ત્યારે તેની સામે અચાનક જ એક ઝેરી સાપ આવી જાય છે . હવે તે શું કરશે ? પાણી પીશે કે પોતાનો પ્રાણ બચાવશે . ચોક્કસપણે આવા સંજોગોમાં તે પોતાનો પ્રાણ બચાવવાનો પ્રયત્ન કરશે . અહીં પાણી કરતાં તેનું જીવન અગત્યનું છે . પ્રથમ ઉદાહરણમાં વ્યક્તિ માટે પાણી અગત્યની જરૂરિયાત હતી જ્યારે બીજા ઉદાહરણમાં વ્યક્તિનું જીવન અગત્યનું છે . આમ વ્યક્તિ સૌથી પહેલા તેની પ્રાથમિક રૂરિયાત અથવા જે તે સમયે તેની સૌથી અગત્યની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે . ચોક્રસ સમયે ચોક્કસ રૂરિયાત સંતોષવા માટે વ્યક્તિ દ્વારા થતા પ્રયત્નોને આધારે તેના વ્યક્તિત્વનું ઘડતર થાય છે . વ્યક્તિના શારીરિક , સામાજિક અને આર્થિક વિકાસની સાથે - સાથે તેની રૂરિયાતો પણ ચોક્કસ ક્રમમાં ઉદ્ભવતી જાય છે . મેસ્લો કહે છે કે , પોતાના વિકાસની જુદી - જુદી અવસ્થાઓમાં વ્યક્તિ જુદી - જુદી રૂરિયાતો સંતોષે છે . તેથી તેમના વ્યક્તિત્વ સિદ્ધાંતને વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતોના વિકાસાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે ત્યાં સુધી તમને પાણીની ચિંતા રહેતી નથી . સૌથી ટોચ પર આવેલી જરૂરિયાતને મેલો વ્યક્તિની હસ્તિ માટેની જરૂરિયાત તરીકે ઓળખાવે છે.
વધુમાં મેસ્લો ગ઼ાવે છે કે સૌથી પહેલી જરૂરિયાત ન સંતોષાય ત્યાં સુધી વ્યક્તિ , બીજ જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન નથી કરતી . ઉપરાંત એક જરૂરિયાત કાયમી ધોરણે સંતોષાઇ ગયા પછી તે રૂરિયાત તરફ પાછી આવતી નથી . એટલે કે તે હંમેશાં ઉપરની બાજુ એટલે કે ઊર્ધ્વલક્ષી ક્રમમાં જ ગતિ કરે છે અને આ રીતે પોતાનો વિકાસ સાધવાનો પ્રયત્ન કરે છે . પરંતુ મેસ્લો એમ પણ કહે છે કે અમુક વિશિષ્ટ સંજોગોમાં વ્યક્તિ થોડા સમય માટે નીચેની રૂરિયાત તરફ પાછી આવી શકે છે . દા.ત. એક વ્યક્તિની શારીરિક , રક્ષણ માટેની અને મમતા માટેની જરૂરિયાતો સંતોષાઇ ગઇ છે.
Test No 7
TEST NO.6
TEST NO 4
TEST NO 3
તેથી તે સ્વમાનની જરૂરિયાત અનુભવે છે અને તે સંતોષવાનો પ્રયત્ન કરે છે . અચાનક તેના શહેરમાં તોફાનો ફાટી નીકળે છે . લોકો એક બીજાને મારવા લાગે છે . પરિણામે તેના જીવ પર જોખમ આવી જાય છે . આવા સંજોગોમાં તે સ્વમાનની જરૂરિયાત ભૂલી જશે અને ફરીથી પોતાના રક્ષણ માટેની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરશે . બીજાં એક ઉદાહરણમાં એક વ્યક્તિ સ્વમાનની જરૂરિયાત સુધી પહોંચી ગઇ છે . પછી તેને ખબર પડે છે કે તેને ગંભીર બિમારી છે . ઝડપથી ઉપચાર કરવામાં ન આવે તો તેના જીવ સામે જોખમ આવી શકે તેમ છે . આવા સંજોગોમાં તે પોતાની પ્રથમ રૂરિયાત એટલે કે શારીરિક જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરશે . તે તેની બિમારી દૂર કરવાનો પ્રયત્ન કરશે . તેમ છતાં મેસ્લોના મંતવ્ય પ્રમાણે ખાસ કિસ્સા સિવાય વ્યક્તિ હંમેશાં ઊર્ધ્વલક્ષી ક્રમમાં જ તેની જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરે છે . જે તેના વ્યક્તિત્વ વિકાસ પર અસર કરે છે . કઇ રીતે ? હવે અપણે તેના અંગેની ચર્ચા કરીશું.
0 Comments