ઉદ્દીપક - પ્રતિચાર અધ્યયન ( Stimulus – Response Learning ) 

શિક્ષણવિદ થોર્નડાઇકે 

બિલાડીનો પ્રયોગ

કારક અભિસંધાન દ્વારા થતાં અધ્યયનનો આમાં સમાવેશ થાય છે . પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક અને શિક્ષણવિદ થોર્નડાઇકે કારક અભિસંધાન અંગેના પ્રયોગો શરૂ કર્યા હતા . તેમણે એક ભૂખી બિલાડીને પેટીમાં પૂરીને પેટીની બહાર એક ડીશમાં ખોરાક મૂક્યો . પેટીનો દરવાજો ખોલવા માટે તેની અંદર એક કળ મૂકવામાં આવી હતી . જો બિલાડીએ ખોરાક મેળવવો હોય તો તેણે તે કળ દબાવવી પડે . બિલાડી ભૂખી હતી . તે ખોરાક મેળવવા માટે બહાર આવવા માગતી હતી . તેથી બિલાડીએ પેટીનો દરવાજો ખોલવા માટે તેની અંદર આપવામાં આવેલી કળને જુદી - જુદી રીતે દબાવવાનો પ્રયત્ન કર્યો . છેવટે એ દરવાજો ખોલવામાં સફળ થઇ અને તેણે પોતાનો ખોરાક લીધો . થોર્નડાઇક આને કારક અભિસંધાન તરીકે ઓળખાવે છે . તેમના મતે કારક અભિસંધાન એ શાસ્ત્રીય અભિસંધાન કરતાં વધુ લવિચકતા ધરાવે છે કારણ કે શાસ્ત્રીય અભિસંધાનમાં કુદરતી કે આંતરિક પ્રતિચારને મહત્ત્વ આપવામાં આવે છે જ્યારે કારક અભિસંધાનમાં પ્રતિચારોની વિવિધતા જોવા મળે છે . દા.ત. શરૂઆતમાં , પેટીમાંથી બહાર આવવા માટે બિલાડી ધમપછાડા કરે છે . પછી તે પેટીની કળ વડે દરવાજો ખોલવા માટે જુદી જુદી રીતે પ્રયત્નો કરે છે . તેના પંજા વડે પેટી પર વિવિધ જગ્યાએ દબાણ કરે છે . 


TEST NO.6

TEST NO 5

 TSET 4

 

આ રીતે જુદા - જુદા પ્રતિચારો આપે છે . છેવટે તેના હાથે કળ દબાઇ જાય છે અને પેટીનું બારણું ખુલે છે . આવી પ્રક્રિયા વારંવાર થવાથી બિલાડી ચોક્કસ પ્રતિચાર આપવાનું શીખી જાય છે . પરિણામે ઉદ્દીપક અને પ્રતિચારોનુ જોડાણ મજબુત બને છે . અહીં પ્રયત્ન અને ભૂલ દ્વારા આ જોડાણ મજ્બુત બને છે . પ્રાણીઓ પર કારક અભિસંધાનને લગતાં શ્રૃંખલાબંધ પ્રયોગો કર્યા અને તેના આધારે વિક્સાવેલા સિહંતોનો ઉપયોગ માનવ દ્વારા થતાં અધ્યયનને સમજ્યા અને સમજાવવા માટે કર્યો . અહીં અધ્યેતા મા અપાતા પ્રચારને ઐચ્છિક પ્રચાર કરે છે . કારણ કે ના પ્રતિચારો પ્રતિતિ કયા પ્રકારના પ્રતિચારો જેવા સામાન્ય , સ્વાભાવિક અને સ્વયંભૂ હોતા નથી .